આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા બહાદુરીથી અમીત અને એના સાગરિતોને પકડી લે છે. એ અમિતને મારી જ નાખવાની હતી,પણ પરિમલના પિતા એમ કરતા એને રોકે છે અને એમના મિત્રના ફાર્મહાઉસમાં પાંચેયને નજરકેદમાં રાખે છે.. હવે આગળ.. "આ કઈ જગ્યા પર છીએ આપણે?" છોટું બોલ્યો.. "સાલા ઘડીક ચુપ મરને..આ સાલી સુગંધાએ બહુ માર્યા છે.. હજુ દુખે છે.. અત્યારે ચાલવાનો પણ વેંત નથી અને આ રૂમ પણ એકદમ અંધારીયો છે.. અાટલો અંધકાર તો રાત્રે પણ નથી હોતો.. હજુ આપણી આંખો અંધારામાં જોઈ નહીં શકે,કદાચ એકાદ કલાક પછી કંઈક દેખાય તો દેખાય..બાકી આપણું પુરૂ થઇ જવાનું છે..."મગને જવાબ આપ્યો..ત્યાં કશો ખખડાડ થયો..