દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-4: સંઘર્ષની શરૂઆત

  • 3k
  • 1.2k

ભાગ-4: સંઘર્ષની શરૂઆત વર્ષ:2012 પુરપાટ દોડતી ટ્રેન ધીમી પડી અને પ્લેટફોર્મ નં.3 ઉપર આવીને ઉભી રહી. એક હાથમાં સૂટકેસ અને પોતાની પાછળ કોલેજ બેગ ભરાવીને દેવ ટ્રેનમાંથી નીચે ઉતર્યો. આંખોમાં અનેક સપના અને જુવાનીના જોશ સાથે પોતાની કારકિર્દી બનાવવા માટે દેવ સુરત આવી પહોંચ્યો. પ્લેટફોર્મ પરની માનવમેદની માંથી પોતાની જગ્યા બનાવતા જેમ તેમ કરીને તે રેલવેસ્ટેશનની બહાર આવી પહોંચ્યો. આજે પહેલી વખત તે પોતાના ઘરથી દૂર એકલો આવ્યો હતો. આટલી બધી ભીડ તેણે આજે પ્રથમ વખત જોઈ. એક ગામડામાં રહેલો કિસાનપુત્ર આજે આટલા મોટા મહાનગરની જમીન પર ઉભો હતો. ભણવામાં તેજસ્વી હોવાથી તેને સુરતની ખૂબ જ પ્રતિષ્ઠિત કોલેજમાં સ્કોલરશીપ સાથે એન્જીનિયરિંગમાં