કૂળવધુ

(46)
  • 3.6k
  • 3
  • 1.2k

" જયશ્રીકૃષ્ણ હેમંતભાઈ !...... સુરેશભાઈ કોટેચા ઘાટકોપર થી બોલું...મુરબ્બી એક વાત કરવાની હતી.... બે દિવસ પહેલા તમારા ઘરે આપણે જે છોકરા-છોકરીની મીટીંગ રાખેલી એમાં કાર્તિકને નાની દીકરી વધારે પસંદ આવી છે. અમને તો મોટી દીકરી ગમી જ ગઈ હતી પણ આજકાલના જુવાનીયાઓને તો તમે ઓળખો જ છો !! એની વધારે ઈચ્છા નાની દીકરી સાથે કરવાની છે. જો આ દિશામાં જરા વિચારી જુઓ તો મને ફોન કરજો. જો નાની દીકરી હા પાડે તો આપણે આગળ સંબંધ માટે વિચારીએ " કહીને સુરેશભાઈ એ ફોન મૂકી દીધો. હેમંતભાઈ ગણાત્રા સીધા સાદા માણસ હતા. મોટી દીકરી હિના 26 ની થઈ ગઈ હતી. એને જોવા