મધુરજની - 11

(66)
  • 5.3k
  • 2
  • 3.6k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧૧ મેધને ખ્યાલ આવ્યો કે માનસી કેટલું રડી હતી. સાવ સરળ સ્વભાવનો મેધ એક દુર્ગમ માર્ગ પર અટવાયો હતો.દુન્યવી હિસાબ અહીં છળે તેમ નહોતું. જે છોકરી તેને હસતા મુખે કોફી આપતી હતી, ક્યારેક ચર્ચા પણ કરતી હતી, એ કાંઈ અજાણી તો નહોતી, અને તો પણ કેટલી અજાણી હતી? તે બધું જ. મનના આવેગો, તરંગો અને નકારાત્મક હકીકતોને એક તરફ મૂકીને માનસીના દેહમાં ખોવાઈ ગયો. અને માનસીએ પણ...એમ જ કર્યું. અશબ્દ મિલન. શરીર, મન થાક્યા તો હતાં જ, મેધ ને નિદ્રા વળગી હતી. અને વરસાદ પણ તેજ ધારે વરસવા લાગ્યો હતો. એક નવતર રાત, લગભગ મધરાતે