અરોરા સાહેબ એમની ગાડી પાસે પહોંચે એ પહેલાં એમની મોટી ગાડીનાં દરવાજા પાસે જઈને જ કાજલ ઉભી રહી ગઈ. આજુબાજુ મિડીયાવાળા તો ઘેરાયેલા જ છે. સાથે બીજાં ઘણાં મોટાં માથાંઓ પણ...!! કદાચ અરોરા સાહેબની નજર કાજલ પર પડી તો ગઈ જ પણ એણે અજાણ બનીને ફટાફટ ગાડીમાં બેસવાનો પ્રયાસ કરતાં એ બોલ્યો, " ચાલો ફટાફટ... હજું બધું આગળનું બધું નક્કી કરવાનું છે...આમ આવું ધીમું ધીમું કામકાજ નહીં ચાલે...રોજ રોજ આટલાં લોકો મરે એ થોડું પોસાય ?? " કાજલ : " કાજલ માફ કરશો સર...બે મિનિટ વાત કરી શકું ?? " એ એટલું જોરથી બોલી કે આજુબાજુ બધાં જ સતર્ક બનીને