અંગત ડાયરી ============શીર્ષક : નવરાત્રિ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૨૫, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર “હેં મામા, મહિસાસુર અત્યારે જીવે છે?” મારા ભાણીયાએ મને ચોંકાવનારો પ્રશ્ન પૂછ્યો.“ના.. એનો તો મા જગદંબાએ ક્યારનો વધ કરી નાખ્યો છે...” મેં જવાબ આપ્યો. “તો પછી, આપણે અત્યારે એની નવરાત્રિ કેમ ઉજવીએ છીએ?” ભાણાએ પૂછ્યું. “એ તો માતાજીની ભક્તિ કરવાની પરંપરા છે” મેં કહ્યું. એણે તરત પૂછ્યું : “જો માતાજી પ્રગટ થશે તો વધ કોનો કરશે? કે પછી આપણે ખાલી ખાલી ગરબા કરીએ છીએ, જસ્ટ ટાઈમ પાસ એન્ડ એન્ટરટેઈનમેન્ટ માટે...!”હું વિચારમા પડી ગયો. તમને શું લાગે છે? પૃથ્વી પર સૌ પહેલી ગરબી ક્યાં રમાઈ