રશ્મિના મગજમાં તેના પિતા વિશે બરાબર ગુસ્સો ઉભરી રહ્યો હતો. તે ગાડીમાં પણ એકદમ ચુપચાપ શાંત રહી હતી. ઘરે પહોંચતા સાંજ પડી જાય છે. ઘરે જઇને અનીતા રસિકભાઈ ને બધી વાત કરે છે. રસિકભાઈ રશ્મિને સાંત્વના આપે છે, “રશ્મિ તુ ચિંતા ના કર અમે તારી સાથે જ છીએ. અને તું બીજી બાજુ પણ વિચારી જો, તુ અત્યાંર સુધી તો એમ જ માનતી હતી કે તું નાનપણથી જ તારા માતા પિતા હયાત નથી. તો હવે જે શક્યતા હજી સાબિત નથી થઇ એ વિષે વિચારી ને ગુસ્સે શું કામ થાય છે, કાલે હજી આપણે એક વખત અરવિંદભાઈને મળીએ તો ખરા, રશ્મિ એક