શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 9

(16)
  • 3k
  • 1
  • 1.2k

બીજે દિવસે સવારે રશ્મિ જ્યારે ઉઠે છે, ત્યાંરે તે હવે થોડી તાજગી અનુભવી રહી હતી. આંખો ખોલ્યા પછી થોડા સમય પછી તેને ખબર પડે છે કે તે હજી તો ઓફિસમાં જ છે. ધીમે ધીમે તેને આગલા દિવસનો ઘટનાક્રમ યાદ આવવા લાગે છે. તે ધીમે થી ઊભી થઈને દીવાન પર બેસે છે. તેને સામેથી આવતી અનીતા દેખાય છે. " હું આખી રાત અહીં જ હતી" "હા કાલે તું એવી ઊંઘી ગઈ કે જાણે વર્ષો પછી ઊંઘવા મળ્યું હોય" " હા અનીતા, કાલે બહુ જ સારી ઊંઘ આવી ગઈ, કોઈ ભયાનક સપના નહીં બસ એક સુખની ઊંઘ આવી" એટલામાં તેની નજર રસિકભાઈ