સુરેન્દ્રનગરના સ્ટેશન રોડ ઉપર આવેલી એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ચિરાગ પટેલની ટ્રાન્સફર થઇ ત્યારે જોબ ઉપર હાજર થયા પછી સૌથી પહેલો પ્રશ્ન સારું મકાન શોધવાનો હતો. સુરેન્દ્રનગર એના માટે અપરિચિત હતું. સ્ટાફ માં પણ એ કોઈને ઓળખતો નહોતો. જોકે એણે ટ્રેનમાંથી ઉતરીને સવાર-સવારમાં જ એક સારી હોટલ શોધી લીધી હતી એટલે તત્કાલ તો રહેવાનો કોઈ પ્રોબ્લેમ નહોતો. હા જમવા માટે કોઈ સારો ડાઇનિંગ હોલ શોધવો પડશે. પરંતુ ચિરાગ ની મૂંઝવણ લાંબો સમય ચાલી નહીં કારણકે બેંકનો સ્ટાફ ખુબ જ સરસ હતો. બેંક માં પ્યુન તરીકેની સેવા આપતા રવજીભાઇએ ચિરાગ ની ચિંતા દૂર કરી. " પટેલ સાહેબ સુરેન્દ્રનગરમાં તમે પહેલીવાર