જીવનસાથી.... - 5

  • 3.7k
  • 1.7k

ભાગ 5આપણે આગળ જોયું એ મુજબ પાયલ અને યોગેશ હવે રોજ સવારે અને સાંજે ખૂબ મસ્તીભરી વાતો કરે છે. સીમા પણ રાજ માટે યોગ્ય પાત્ર બનવાની હોડમાં લાગી છે. હવે આગળ... પાયલનો પણ એક ભૂતકાળ એને કોરી ખાય છે. પાયલ હોનહાર છોકરી હતી. એને પામવા અને લલચાવવા ઘણા લોકો મથામણ કરતા હતાં. પાયલ લગીરે મચક ન આપતી. એમાં એક દેવેશ પણ હતો. મોટા ઘરનો બગડેલું ફરજંદ. એને એના રૂપિયાનો એવો ઘમંડ હતો કે દરેક છોકરી એની આસપાસ ઘૂમવી જોઈએ. પાયલ આ વાતની વિરુદ્ધ હતી. આ વાત દેવેશને નહોતી પચતી. દેવેશે પોતે સારી વ્યક્તિ બનવાનો ઢોંગ આદરી પાયલનો વિશ્વાસ