રેવા.. - ભાગ-૧૪

(39)
  • 6.3k
  • 2
  • 1.8k

અને સાગર ક્રીમ અને મરૂન કલરની સેરવાનીમાં સજ્જ એવો તે કામણગારો લાગી રહ્યો હતો કે જાણે ધરતી પર સાક્ષાત કામદેવ ઉતરી આવ્યાં હોય એની મસ્તીમાં મહાલતો હાથમાં ફુલનો ગજરો લઈ હાથીની માફક ડોલતો ચાલી મંડપ પર આવી ખુરશી પર બેસી ગયો. અને થોડીવારમાં ગોરમહારાજે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન.... મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાનની છડી પોકારી અને અને રેવા ચણીયા ચોળીમાં સજ્જ નીચી નજર રાખી ધીમા ડગલાં ભરતી માંડવા તરફ પ્રયાણ કરતી ચાલી આવી રેવાની એક બાજુ એનો નાનો ભાઈ અને બીજી બાજુ એના મામનો દીકરો શેખર રેવાનો હાથ ઝાલી માંડવે લઈ આવ્યા. અને રેવાએ માંડવે આવી