કિસ્મત કનેક્શન - પ્રકરણ 2

  • 3.1k
  • 1
  • 1.4k

બસ પછી તો નાસ્તાઓ તૈયાર કર્યા, અને મારા સર્ટિફિકેટ, મેડલ્સ અને ટ્રોફી સામે જ દેખાય એ રીતે મુકવામાં આવી. છોકરો જોવા નહીં પણ કોઈ ઇલેક્શન ઓફિસર મારી પ્રધાનમંત્રી તરીકેની લાયકાત ચકાસવા આવવાનો હોય એવો માહોલ બન્યો. હું તો આ બધું જોયા જ કરું. પડદા અને ફર્નિચરની સાફ-સફાઈ કરવામાં આવી, ખુરશીઓ મુકવામાં આવી. આજુબાજુના લોકો પાસે સારી એવી સર્વિંગ ટ્રે, ગ્લાસ અને નાસ્તાની પ્લેટ લેવામાં આવી. એમાંથી જે સારામાં-સારી હોય એ નક્કી કરવામાં આવી. વેલ, થોડું અજીબ લાગશે. પણ આપણા ભારતીય મધ્યમ વર્ગીય પરિવારોમાં આવું જ થાય છે. એ લોકો પણ સમયાંતરે આ જ પ્રથામાંથી પસાર થતા જ હોય છે એટલે