અંગત ડાયરી - પ્રસંગ

  • 3.3k
  • 1k

અંગત ડાયરી ============શીર્ષક : પ્રસંગ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૮, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર "આમ જરીક મળતા રહો, તો સંબંધ જેવું લાગ્યા કરે,તમારી હાજરીથી અમ આંગણે, પ્રસંગ જેવું લાગ્યા કરે." પ્રસંગ એટલે લાલ, લીલા, પીળા રંગબેરંગી વસ્ત્રોમાં મ્હાલવાનો દિવસ. પ્રસંગ એટલે ઉંધિયું, પૂરી, કટલેસ, ગુલાબજાંબુ જમવાનો દિવસ, પ્રસંગ એટલે ઉમંગ, ઉત્સાહ, થનગનાટ, મઘમઘાટથી છલકાઈ જવાનો દિવસ. પ્રસંગ એટલે કોઈ પરિવારના આંગણે આવીને ઉભેલા મનગમતા ચહેરાઓ અને ગમતીલા અવાજોની એક આખી હસતી - રમતી ટોળકી. માણસવલા માણસને માણસનો ચહેરો જોવાની તલબ લાગતી હોય છે. લગ્ન પ્રસંગે મુંબઈથી માસા-માસી આવે તો બેંગ્લોરથી મામા-મામી, રાજકોટથી કાકા-કાકી અને જુનાગઢથી દીકરી-જમાઈ. એક