આહવાન - 16

(54)
  • 3k
  • 4
  • 1.6k

આહવાન ( સત્ય અને પ્રમાણિકતાની કથા ) પ્રકરણ – ૧૬ સ્મિતનાં કહેવા મુજબ એનાં માલિકે ઘણી જગ્યાએ તપાસ કરાવી પણ વેક્સિન પરીક્ષણ માટે કોઈ એવાં માણસો ન મળ્યાં. આમ તો આ કામ માટે લોકો સામે ચાલીને આવવાં તૈયાર હોય પણ અત્યારે તો વધારે રૂપિયા આપવા છતાં પણ કોઈ મળતું નથી. આખરે સ્મિતે ઈન્સપેક્ટર કે.પી.ઝાલાને ફોન કર્યો. એમનાં ખબર અંતર પુછ્યાં પછી એણે પોતાની મુશ્કેલી વિશે કહ્યું. કે.પી.ઝાલા : " અત્યારે તો મારી ત્યાંથી ડ્યુટી બદલાઈ ગઈ છે. પણ ત્યાંના એક આગેવાનનો નંબર છે મારી પાસે એમને પૂછી જોવું...પણ પોઝિટિવ પેશન્ટ મળવાં થોડાં અઘરા છે. નોર્મલ તો કદાચ મળી જશે‌.‌. "