કલાકાર - 26

(86)
  • 5.2k
  • 4
  • 2.4k

કલાકાર ભાગ – 26 લેખક – મેર મેહુલ સાંજના નવ વાગ્યાં હતાં, એક સફેદ સ્વીફ્ટ ડિયાઝર કાર ‘માં શક્તિ નિવાસ’ બહાર આવીને ઉભી રહી. કારની આગળનાં અને પાછળનાં કાચ પર એક પાર્ટીનું નામ લખેલું સ્ટીકર લગાવેલું હતું. સ્વીફ્ટમાં ખાદીનાં સફેદ વસ્ત્ર ધારણ કરેલો, પચાસેક વર્ષનો એક વ્યક્તિ બેઠો હતો. તેનાં માથાનાં વાળ અંશતઃ સફેદ થઈ ગયાં હતાં, મૂછો મરોડદાર હતી અને દાઢી શેવ કરેલી હતી. ડાબા હાથનાં કાંડામાં રોલેક્સની ઈમ્પોર્ટેડ ઘડિયાળ હતી, કપાળે લાંબો લાલ તિલક કરેલો હતો. તેણે આંખો પરથી ચશ્માં ઉતર્યા એટલે જેને જોઈને નાનું બાળક પણ ડરી જાય એવી ઘુવડની મોટી આંખો જેવી કાળી ભમ્મર