આડત્રીસ “મને હવે ખાતરી થઇ ગઈ છે કે શ્યામભાઈ મારો પીછો એટલે કરે છે કારણકે એમને મારી સાથે વાત કરવી છે, હું કઈ પરિસ્થિતિમાં છું એ જાણવું છે. મારી પર્સનલ લાઈફ તો હું અહીં કોઈની સાથે ડિસ્કસ નથી કરવા માંગતી પણ હું મારા ભાઈને ઓળખું છું અને એની મારા પ્રત્યેની ચિંતાને પણ ઓળખું છે. એને મારી સાથે ફક્ત એકજ વખત વાત કરવી છે, ભલે એ અત્યારે અંકલની ભાષામાં ગુંડાગીરી કરતા હોય પણ મારી સમક્ષ તો એ માત્ર એક ભાઈ બનીને જ વાત કરશે. આવતીકાલે જ્યારે એ મારો પીછો કરશે ત્યારે હું જ એક જગ્યાએ રોકાઈ જઈને એમની સાથે વાત કરીશ.