પ્રેમદિવાની - ૧૪

(24)
  • 2.9k
  • 1.4k

મીરાંએ અમનને બેસાડીને કહ્યું, 'તું મારા મનને જીતી ગયો છે, મારા મનમાં તું એક અલગ જ સ્થાન જન્માવી ચુક્યો છે, મારા દરેક ધબકારે તને જે મેં સોગંધથી બાંધ્યો હતો એ મેં તારી વેદના અનુભવી છે. મને તારા પ્રેમનો સ્વીકાર છે.' એકદમ શાંત અને નરમાશથી પ્રેમ સભર અવાજે મીરાં અમનની આંખમાં આંખ મેળવી અમનને પોતાની લાગણી જતાવી રહી હતી.મીરાં મનમાં રહેલ અમન માટેનો પ્રેમ એકચિત્તે સહર્ષ અમનને જણાવી રહી હતી અને અહીં અમનનો ગુંગળાયેલ જીવ જાણે સંપૂર્ણ રીતે બંધન મુક્ત હોય એમ એ અનુભવી રહ્યો હતો. અમનની આંખ જાણે આ સમયને થંભાવી રાખવા જ ઈચ્છતી હતી. અમનને અચાનક જ મળેલ ખુશી