જ્ઞાનનું અજવાળું

(13)
  • 2.9k
  • 820

નિયતિના પરિવારની બદલી આદિવાસીની વસાહતો એવા ડાંગ જીલ્લામાં થઈ. એને ખુદને થોડા દિવસ તો ત્યાં કોઈ સાથે હળવું મળવું ન ગમ્યું. એ પોતાની જાતને ત્યાં એડજસ્ટ કરવાના પ્રયાસો કરી રહી હતી. એને મળેલા સરકારી ક્વાર્ટરમાં પણ સારો એવો મોટો બગીચો હતો. એ સૂઈ રહી હતી ત્યાં બારીની નાની એવી તિરાડમાંથી અજવાળાનું કિરણ એની બંધ આંખમાં પ્રવેશ્યું.એ ઊભી થઈ પડદો સરખો કરવા જતી હતી કે થોડો ધીમો ધીમો અવાજ સંભળાયો. બારીને હળવેથી ખોલી કે એણે ત્યાં કામ કરી રહેલા મજુરના બાળકોને જોયા. કોઈ બાળકો એ વનસ્પતિઓને સૂંઘી રહ્યું હતું. કોઈ બાળકો એના પાંદડા તોડી લસોટી રહ્યાં હતા. કોઈ બાળકો ત્યાં