(આગળના ભાગમાં જોયું કે કુસુમ તેની ગાડીમાં મહેશ લિફ્ટ આપે છે, અને તે પદમા ને ગમતું નથી, જ્યારે મહેશ લાઇબ્રેરીમાં જાય છે, ત્યારે પદમાને પણ લાઇબ્રેરીમાં જોવે છે, હવે આગળ)પરી ને જોઈને મન વિચારના ચગડોળે ચડ્યું,શું એને પણ વાંચનનો રસ હશે?કે તે મારી પાસે આવી હશે ,આખી લાઇબ્રેરીમાં હું અને તે બંને એકલા જ હતા, તે કઈ બોલી નહોતી, અને મારી બોલવાની હિંમત નહોતી, અચાનક તેણે મારી સામે જોયું ,અને હું તેની સામે હસ્યો પણ તે ના હસી હજી તેને તો મારા પર ગુસ્સો હશે ,મેં તેની પાસે પેન માગી તો તેને મને બોલ્યા વગર આપી દીધી,પણ પેનલેતા મારો હાથ તેને