ખાલીપો - 9 (બાપુને ચિઠ્ઠીઓ મળી)

(11)
  • 2.9k
  • 1
  • 1.1k

બા ના હાથનો લાફો પડતા જ હું સ્તબ્ધ બની ગઈ કે શું થયું! હું બા ની સામે એકધારું રડમસ ચહેરે જોઈ રહી હતી. રડું, પૂછું કે કેમ માર્યું કે ક્યાંક ભાગી જાઉં એ પહેલાં જ બા એ પૂછી લીધું "ક્યાં મરી હતી?" મેં કહ્યું " રેખાની ઘરે , કહીને તો ગઈ હતી". બા ગુસ્સામાં મને એકધારું તાકી રહી હતી. "ખોટું બોલતા શરમ ય આવે છે? અઢાર પુરા થયા હવે". મને સમજાયું નહીં, અઢાર પુરા થવાને અને ખોટું બોલવાને શું સબંધ હતો. બા વધુ કાંઈ બોલે એ પહેલાં જ જાગૃતિ બોલી " રેખા દીદી તને શોધતા શોધતા અહીં આવી હતી" મારા