આગે ભી જાને ના તુ - 9

  • 2.3k
  • 778

પ્રકરણ - ૯(નવ)ગતાંકમાં વાંચ્યું.......રોશની અને મનીષકુમાર વડોદરા આવે છે. રાજીવ ખીમજી પટેલને મળવા અને કમરપટ્ટાનું રહસ્ય જાણવા રાજપરા જઈ રતનના ઘરે રોકાય છે. રાજીવ અને રતન બંને ખીમજી પટેલને મળવા જાય છે.હવે આગળ..........નોકર પાસે પાણી મંગાવી એકીશ્વાસે પાણીનો ગ્લાસ ખાલી કર્યા પછી ખીમજી પટેલે થોડી રાહત અનુભવી પણ ચહેરા પર મૂંઝવણના ભાવ હજી અકબંધ હતા. વાતની શરૂઆત ક્યાંથી કરવી એની અવઢવ અને વાત પૂરી થયા પછી આવનારી પરિસ્થિતિથી અજાણ ત્રણે જણ એકબીજાના ચહેરા સામે જોઈ નિશબ્દ આંખો દ્વારા એકમેકને સધિયારો આપવાની કોશિશ કરી રહ્યા હતા. ખીમજી પટેલ ક્યારેક છત તો ક્યારેક બારી બહાર જોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઈ જતા હતા.