કૂબો સ્નેહનો - 51

(21)
  • 3.8k
  • 1.4k

? આરતીસોની ? પ્રકરણ : 51 સ્થિતિ પરિસ્થિતિએ ફરિયાદ કે રાજીપો વ્યક્ત કરવાની ઈશ્વરે દરેકેદરેક વ્યક્તિને છૂટ આપી તો છે, પણ એ વ્યક્તિમાં શક્તિ ખૂટી પડે ત્યારે? સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ દિક્ષાની ન ખૂટતી વાતો અમ્માનેય પરેશાન કરી રહી હતી. "વિરુ આ વખતે નક્કી કર્યુ છે કે, તમને મળીને અંદર ધરબાયેલી ફરિયાદો, વાતો, સપના, આડા હાથે મુકાઈ ગયેલી રાત, બધુંય એક સાથે ફટાફટ વહેંચી તમારી સાથે જબરદસ્ત ઝઘડો કરી લઈશ.." "દરિયામાં જેમ મોજાંઓની હારમાળા સર્જાય છે, એમ જ જીવનમાં તોફાનોની હારમાળા સર્જાઈ છે વિરુ.. હાશકારો, હેડકી, ઓડકાર, ધરપત ભીની આંખોથી મન મોકળું