કલાકાર - 24

(97)
  • 5.7k
  • 4
  • 2.7k

કલાકાર ભાગ – 24 લેખક - મેર મેહુલ કોન્સ્ટેબલ રાણા અને અર્જુન બંને સિગરેટ પી રહ્યાં હતાં. સિગરેટ પુરી કરીને અર્જુન હળવો થવા ગયો. “આ કલાકારે તો આપણાં મકસદનું મજાક બનાવી દીધું” રાણાએ નાક ફુલાવ્યું. “આપણાં નહિ, પ્રતાપ સાહેબનાં મકસદનું. આપણે તો બે મહિના પછી એક વર્ષ પૂરું થશે એટલે ફરી જોઈન કરી લેશું” અર્જુન પેન્ટની ઝીપ ઉપર કરતાં પાછો સ્ટુલ પર આવીને બેઠો. “આપણું એક વર્ષ ધૂળમાં ગયું એનું શું ?, અને પ્રતાપ પણ ક્યાં ગુન્હેગાર હતો. એ પણ આપણી જેમ જ શિકાર થયો છે ને ?” રાણાએ કહ્યું. “જે કહો એ પણ આ કામમાં મજા ખૂબ આવે