મધુરજની - 7

(65)
  • 5.1k
  • 4
  • 4k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૭ રાતના એક વાગે એ લોકો માર્ગ પરનાં એક ધાબા પર હતા. માર્ગની કોર પર નાનકડું મકાન હતું. આગળ થોડી જગ્યા હતી, વાહનો રાખવા જેટલી, અને એ પણ બે ત્રણ વાહનો સમાય શકે તેટલી. એની પાછળ ખીણનો ઢોળાવ હતો. એ ખીણમાં તો ગાઢ ઓછાયા સિવાય કશું જોઈ શકાતું નહોતું. એક બત્તી બળતી હતી. બીજો ચુલો બળતો હતો. ક્યાંય ક્યાંક બીડી, સિગારેટના તણખા જલતા હતા. વાતાવરણમાં સન્નાટો હતો, ઠંડક હતી. સહુ ટોળામાં કે એક બે મળી ટહેલતા ઊભા હતા. બધી જ આંખો બસ મિકેનિક પર મંડાઈ હતી. હુકમસિંહ ઠંડીને ગણકાર્યા વિના બસના યંત્રોની ક્ષતિ શોધવા લાગ્યો