લાઈફ પાર્ટનર

(16)
  • 4.3k
  • 2
  • 1.6k

" જુઓ અંકિતભાઈ.... આ તમારો ત્રીજો સ્પર્મ રિપોર્ટ પણ નેગેટિવ છે. સ્પર્મ કાઉન્ટ નીલ છે. તમે આયુર્વેદ દવા ચાલુ કર્યા ને લગભગ આઠ મહિના થયા તોપણ કોઈ રીઝલ્ટ નથી. શુક્રાણું બનતા જ નથી. હવે આમાં બીજું કંઈ પણ ન થઈ શકે " ડોક્ટર મુનશીના ફર્ટીલીટી ક્લિનીકમાં અંકિત આ ચોથી વાર આવ્યો હતો. લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા અને ઉંમર પણ 34 વટાવી ચૂકી હતી. હજુ સુધી એની પત્ની શિવાની ને પ્રેગનેન્સી આવતી નહોતી. શિવાનીના સંપૂર્ણ રિપોર્ટ નોર્મલ હતા. માસિક પણ એકદમ રેગ્યુલર હતું. પહેલી જ મુલાકાતમાં ડોક્ટર મુનશીએ નીલ રિપોર્ટ જોઈને સ્પષ્ટ ના પાડી હતી કે તમે બીજું કંઈ