ફૂટપાથ - 7

(23)
  • 4.3k
  • 1.7k

અચાનક સંદિપ ની નજર દરવાજા માંથી આવતી પૂર્વી પર પડી અને ત્યાં જ અટકી ગઈ, સહેજ શ્યામવર્ણી અને ખૂબ્ નમણી પૂર્વી આછા પીળા રંગના સલવાર કુર્તા મા આકર્ષક લાગતી હતી, આંખો માં દુઃખ સ્પષ્ટ દેખાતુ હતુ અને મ્લાન સ્મિત હોઠોને વધુ આકર્ષક બનાવતુ હતુ. પૂર્વીને જોતાજ બંને ઉભા થઈ ગયા, એમને બેસવાનું કહી, નોકરાણી ને બધા માટે પાણી લાવવાનુ કહી પૂર્વી પણ સામેના સોફામા બેઠી. થોડીક ઔપચારિક વાતો બાદ પૂર્વીએ બધા માટે ચા નાસ્તો લાવવા બૂમ પાડી, બંને આનાકાની કરતા રહ્યા અને ગરમા ગરમ ચા નાસ્તો આવી પણ ગયા. સંદિપે સહી કરાવવા કાગળો આગળ કર્યા, અને પૂર્વી એ હાથમાં લઈને એક પછી