શોધ એક રહસ્યમય સફર સપનાથી સચ્ચાઈની - 6

(14)
  • 3k
  • 1
  • 1.3k

ફરી એક વખત અનીતા અને રશ્મિ આજે ડોક્ટર સમીરની ઓફિસમાં તેમની આગળ બેઠા હતા. " હા, તો રશ્મિ તને કેવું રહ્યું? ગયું અઠવાડિયું યોગઅભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો? કોઈ નવા સપના આવ્યા હતા આ અઠવાડિયામાં?" રશ્મિ એકદમ ચૂપ જ રહે છે, તે ડોક્ટરના સવાલના જવાબ પણ આપી શકતી નથી. એટલે આખરે અનીતાએ જ વાત આગળ વધારવી પડે છે. અનીતા ગયા અઠવાડિયાનો આખા ઘટનાક્રમનો ચિતાર ડોક્ટરને કહી સંભળાવે છે. " હું " ડોક્ટરના ગળામાંથી એક ભારે હુંકાર નીકળે છે. "તમે જે મહારાજને મળ્યા એમને તમને જે કીધું એ પણ સાયન્સની દૃષ્ટિએ થોડા અંશે સાચું જ છે. આપણા સપના આપણા અંતરમનમાં રહેલા ભાવો