" દેવપ્રિયા " ( ભાગ -૩) ભાગ-૨ માં આપણે જોયું કે ઝંખના ને જોવા માટે મુંબઈ થી છોકરો આવવાનો હોય છે.અને ભાર્ગવ પોતાની 'માં' ની વાત માની ને પાવાગઢ દર્શન કરવા જવાનો હોય છે..પણ પાવાગઢ પહોંચતા મોડું થાય છે... હવે આગળ....ભાર્ગવ ને પાવાગઢની તળેટી એ પહોંચતા મોડું થાય છે.. આકાશમાં થોડા થોડા વાદળો દેખાતા હોય છે.. ભાર્ગવ ને લાગે છે કે કદાચ સાંજ સુધીમાં વરસાદ પડશે તો...મારે હવે ઝડપથી પાવાગઢ ચઢી ને માં મહાકાળી ના દર્શન કરવા પડશે.ભાર્ગવે લીંબુ પાની પીધું..આને પાવાગઢ ની તળેટીથી 'માં મહાકાળી' ના દર્શન કરવા ચાલવા માંડ્યો.વાતાવરણ થોડું સારું હતું..હાશ...અવર જવર પણ આજે ઓછી દેખાય છે. દર્શન સરસ