મધુરજની - 6

(65)
  • 5.3k
  • 3
  • 3.6k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૬ નવી દિલ્હીના રેલવે પ્લેટફોર્મ પર મેધ અને માનસી ઊતર્યા ત્યારે ખુશમિજાજમાં હતાં. માનસીએ નવો ડ્રેસ પરિધાન કર્યો હતો, જેમાં તે બિલકુલ પતંગિયા જેવી આકર્ષક લાગતી હતી. નવી હવામાં જૂની જિંદગીના ચિત્રો ભૂંસાઈ ગયાં હતાં. તેનું રોમેરોમ જાણે નર્તન કરતું હતું. આમ તો માનસીએ સોનલદેની સોનેરી સલાહને અમલમાં મૂકી હતી. ‘જો...તું કાંઈ ભક્તિ ફેરીમાં નથી જતી. બરાબર લાગવું જોઈએ મેધને...કે આ છોકરીને મારે તરબોળ કરવાની છે.’ મેધ જોઈ જ રહ્યો માનસીના નવાં રૂપને. ‘માનસી, એમ થાય છે કે રહેવા દઈએ પર્વતીય રાણી પર જવાનું. એક રાણી બસ છે.’ મેધ ઉત્તેજીત થઈ ગયો હતો. માનસી હસી