રાજા અને તેની ચાર પત્નીઓ

(46)
  • 7.1k
  • 1
  • 2.2k

એક રાજા હતો. એની ચાર પત્નીઓ હતી. એ રાજા તેની ચારેય પત્નીઓને પ્રેમ તો કરતો હતો પણ ચોથી પત્નીને સૌથી વધારે પ્રેમ કરતો હતો. હંમેશા એની માટે કંઈક ઉપહાર લાવતો, એની ખુશીનું પૂરું ધ્યાન રાખતો અને મોંઘી ભેંટ આપ્યા કરતો. રાજ્યની સૌથી ઉત્તમ ચિજવસ્તુઓ એ ચોથી પત્નીને આપી દેતો. એ જ રાજાની ત્રીજા નંબરની પત્ની ખૂબ જ સુંદર હતી, એટલા માટે તે તેનો ઉપયોગ કરીને પડોશનાં રાજ્યોમાં દેખાડો કરતો. તે ત્રીજી પત્નીને ફક્ત એટલા માટે પ્રેમ કરતો હતો કે રાજા તેની મદદથી પડોશનાં રાજ્યોના રાજાઓને બળતરા કરાવા માંગતો હતો. એ જ રાજાની જે બીજા નંબરની પત્ની હતી તે ખૂબ જ