કહાની અબ તક: ભાભીના ઘરે ઘનશ્યામ એમની ડિલિવરી ના સમયે આવે છે. તો રાધા શુરૂમાં તો જેને નફરત કરતી હતી એ ઘનશ્યામ ને પ્યાર કરવા લાગે છે! કાલે તો હું ચાલ્યો જઈશ એમ જ્યારે ઘનશ્યામ કહે છે તો રાધા ભૂતકાળ વાગોળવા લાગે છે. એ યાદ કરે છે કે એના કહેવા પર કેવી રીતે ઘનશ્યામ એ સાત મરચાં ખાધા હતા! પડોશમાં રહેતી વૈશાલી ની નજીક પણ ના રહેવા એણે ઘનશ્યામને ધમકવ્યો પણ હતો! પણ ખુદ એણે એનું કારણ ના પૂછી શકવાનો એ અફસોસ કરવા લાગી તો એના માટે એ રાત વધારે જ લાંબી થઇ ગઇ! સવારે ઘનશ્યામ એના માટે બ્રશ અને