કલાકાર ભાગ – 23 લેખક - મેર મેહુલ અક્ષય મોડી રાતે સૂતો હતો એટલે સવારનાં દસ થયાં તો પણ હજી એ નિંદ્રાવસ્થા જ હતો. ટેબલ પર પડેલો તેનો ફોન ક્રમશઃ એક મિનિટે રણકીને બંધ થઈ જતો હતો. સાડા દસ થયાં એટલે અક્ષયનાં રૂમની ડોરબેલ વાગી. અક્ષય ઊંઘમાં જ આંખો ચોળતો ચોળતો દરવાજો ખોલવા ગયો. તેણે દરવાજો ખોલ્યો તો સામે બે વ્યક્તિ ઊભાં હતાં. જેમાંથી એક યુવાન અને એક વયસ્ક જાણતો હતો. “કોનું કામ છે ?” અક્ષયે બગાસું ખાતા ખાતા પુછ્યું. “આપનું શ્રીમાન” કહેતાં એક વ્યક્તિએ અક્ષયનાં માથામાં હોકીનો પ્રહાર કર્યો. અક્ષયને આ પ્રહારની આશા નહોતી. તેનાં કપાળ પર ચિરો