અમદાવાદ થી હરિદ્વાર મેલ બરાબર એના સમય પ્રમાણે જ ઉપડ્યો. હરિદ્વાર સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરી નો પુરો આનંદ માણી શકાય. આ ટ્રેઈનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા. હું સોફ્ટવેર એન્જિનિયર હતો અને કંપનીના એક પ્રોજેક્ટના કામે હરિદ્વારના મંદિરોનો સર્વે કરવા જઈ રહ્યો હતો. સાબરમતી થી મારી સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું. એ લોકો ટોટલ પાંચ જણા હતા એટલે 6 બર્થ નું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ થઇ ગયું. 60 વર્ષના એક વડીલ, તેમના પત્ની, 24 25 વર્ષની લાગતી એક યુવતી, એક નાનો ભાઈ અને આઠ-દસ વર્ષની એક નાની