અંગત ડાયરી ============શીર્ષક : ચશ્માં લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૪, ઓક્ટોબર ૨૦૨૦, રવિવાર તમે પહેલી વાર ચશ્માં ક્યારે પહેરેલાં? બાળપણમાં કદાચ મેળામાં રમકડાંના ચશ્માં તમને યાદ આવે. પોપટી કે પીળી ફ્રેમવાળા એ પ્લાસ્ટીકના ચશ્માં તમે પહેર્યા હશે ત્યારે કદાચ બાળ સહજ કુતુહલ અને ગમ્મત સિવાય કશો વિશેષ ભાવ કે અનુભુતિ તમને નહીં થયા હોય. પછી યુવાનીમાં કોલેજ કાળ દરમ્યાન ગોગલ્સ પહેરી થોડા હૅન્ડ્સમ, ફૅશનેબલ લાગવા અને થોડું આંખોને લાગતા પવન, ઉડતી ધૂળ કે સૂર્યના પ્રકાશથી બચવાનો તમારો અભિગમ કદાચ હશે. નંબરવાળા ચશ્માં તમને દૂરનું કે નજીકનું જે આછું કે ઓછું દેખાતું હોય એ સ્પષ્ટ દેખાડવાની મસ્ત