જીંગાના જલસા - ભાગ 16

  • 2.7k
  • 1.1k

પ્રકરણ 16 આગળ આપણે ભટ્ટાધોધ અને લેક મિસ્ટ વિશે જોયું.... હવે આગળ.... મસુરીના સૌથી વધુ લોકપ્રિય સ્થળમાંનું એક સ્થળ એટલે કેમ્પ-ટી ધોધ. આ ધોધ મસુરીથી લગભગ ૧૩ કિલોમીટર દૂર આવેલ છે. કેમ્પ-ટી ધોધ સમુદ્ર સપાટીથી આશરે ૧૩૬૪ મીટર(આશરે ૪૫૦૦ ફૂટ)ની ઊંચાઈ પર આવેલ છે. આ ધોધ ૪૦ ફૂટ જેટલી ઊંચાઈથી નીચે પડે છે.આ ધોધને નીચે પડતો જોઇને આપણે આનંદ વિભોર બની જઈએ. આવો ખુબસુરત નજારો જોઈ એમ થાય કે હંમેશ અહીંયા જ રહેવા મળે તો કેવું સારું.હકીકતમાં એ શક્ય પણ નથી ને...એટલે ખાલી યાદોને કચકડાના કેમેરામાં સંગ્રહી મોજ કરતા રહ્યા. બ્રિટિશ અધિકારી જોન મેકિને ૧૮૩૫ની આસપાસ આ સ્થળને પ્રવાસ-પર્યટન માટે