મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૫ નરેન્દ્રભાઈ અને લતાબેને એ સાંજે જ વિદાય લીધી હતી. ‘સુમંતભાઈ, ખરેખર તો અમે તમારા ઓશિંગણ છીએ. તમે મેધના જીવનમાં દેવદૂત બનીને આવ્યા. કેટકેટલા પ્રશ્નો મોં ફાડીને બેઠા હતા? તમે એ બધાં જ...’ નરેન્દ્રભાઈ નિખાલસતા પૂર્વક પોતાના ભાવ વ્યક્ત કરતા હતા. તેમના ચહેરા પર કૃતજ્ઞતા વંચાતી હતી. ‘તમે આ વાતને આ રીતે ન લેશો, નરેન્દ્રભાઈ. આ વાત ફરી ઉચ્ચારશો પણ નહીં. મને પણ પ્રસન્નતા મળી છે. અને પ્રશ્નો તો કોને નથી હોતા? અને આવી વ્યથા કાંઈ સહુ કોઈને કહી શકાતી નથી. તમે તો હવે સ્વજન બન્યા છો, પછી આપણી વચ્ચે જુદારો ના હોય.’ સુમંતભાઈએ સ્પષ્ટતા