*મારો કાવ્ય સંગ્રહ*. ૧૨-૫-૨૦૨૦અત્યાર સુધી મારી વાર્તા ને વાંચીને અમૂલ્ય પ્રતિભાવ આપ્યા..અને તમારાં બધાંના સાથ સહકારથી જ હું લખી શકું છું...તમારાં બધાં નાં અમૂલ્ય પ્રતિભાવ એ જ મારું પ્રેરણા બની રહે છે...તો આ કાવ્ય સંગ્રહ પણ પસંદ કરશો..૧). *અમારે તો* કવિતા..અમારે તો ભાગે આવી આહ, તમારે લહેર છે,તમારે તો અેમાય હશે હાશ ને લીલાં લહેર છે.હવે તો સાચી ભાવનાઓ થી પણ થરથર હું કાંપુ છું,દીધી છે દુનિયા એ અેટલી દાહ પણ તમારે તો લહેર છે.પ્રસંગોને ગાળીને બધાં જહેર પી ગઈ છું,પછી અપજશની આહ મળી પણ તમારે તો લહેર છે.પોતાના એ જેટલો સાથ અાપ્યો નહીં એ ભૂલી નથી,પડછાયા એ અાપ્યો સરેરાહ