લોસ્ટેડ - 29

(47)
  • 4k
  • 1
  • 1.9k

"સર લોસ્ટેડ મર્ડર કેસ નો ચાર્જ ઈ. વિજય શર્મા સંભાળી રહ્યા છે. એમણે જીગર રાઠોડ ને અરેસ્ટ કરવાની બધી તૈયારી કરી લીધી છે." કોન્સ્ટેબલ ખાન પાર્કિગ ના ખુણે ગાડીની ઓથે ઊભા રહી ફોન પર વાત કરી રહ્યા હતા."થેંક્યું ખાન; હવે તમે મને ફોન નહી કરતા, બાકી નુ બધુ હું સંભાળી લઈશ." રાહુલ ફોન કાપી પાછળ ફર્યો ત્યારે એની નજર પીલર ને અઢેલી ને ઊભેલી આધ્વીકા પર પડી."હું એક ખાસ કામથી બહાર જઉં છું, રયાનને મળીશ તો એ હજારો સવાલ કરશે અને હું જવાબ નહી આપી શકું તો આ ચિઠ્ઠી આપી જઉં છું.