શાક આણવા ગયેલી મધુ આવતાંની સાથે એની દીકરીને શોધવા માંડી. એની આંખોમાં તરવરાટ સ્પષ્ટ દેખાતો હતો. મધુ આમ સાવ સામાન્ય દેખાવની શ્યામવર્ણી સ્ત્રી. દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં વસવાટ હોવાથી એમનાં દેખાવમાં સામાન્યતઃ શ્યામલ વર્ણ ભાસતો હતો, વાંકડિયા વાળ ત્યાંના વાતાવરણની ચિકાશ સ્પષ્ટ કરતા હતા, નાનું કદ, પહેરેલી સાડીની કરચલી, સામાન્ય ઘરેણાનું લાલિત્ય, શરીર પર પરસેવાનાં લીધે થયેલી ચળકતા અને શાક લઈને આવેલ હોવાથી વર્તાતો થાક એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો.પણ દીકરી દયા એની ખુબ વહાલસોયી, એને મૂકીને એ