આગે ભી જાને ના તુ - 8

(13)
  • 2.9k
  • 814

આગે ભી જાને ના તુ (ભાગ -૮) પ્રકરણ- ૮/આઠ ગતાંકમાં વાંચ્યું........ અનન્યાએ પિયરમાં લગ્ન પહેલાંની છેલ્લી હોળી પરિવાર સાથે ઉજવી. રાજીવ રાજપરા જવાની તૈયારી કરી રહ્યો હતો. રોશની અને મનીષકુમાર વડોદરા આવી રહ્યા હતા. હવે આગળ....... વહેલી સવારે આશરે પાંચ વાગ્યે રાજીવ બેગ અને લેપટોપ લઈ, બ્લેક સ્કોર્પિયો ગાડી લઈ રાજપરા માટે નીકળી ગયો. માર્ચ મહિનાનો અંતિમ અઠવાડિયો, વાતાવરણમાં તાજગીસભર ઠંડક, ચારેકોર ખીલેલી વસંતઋતુની આગવી કુદરતી રંગછટા. પ્રકૃતિએ છુટા હાથે માર્ગમાં સૌંદર્ય વેર્યું હતું. નિસર્ગની નજાકતને નિહાળતો ને માણતો રાજીવ વચ્ચે બે વાર ચા પીવા અને વોશરૂમ જવા હાઇવે પરના ઢાબે હોલ્ટ કરી સૂરજના આકરા થતા જતા સોનેરી તાપમાં રતન