મધુરજની - 2

(83)
  • 6.1k
  • 3
  • 5.2k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૨ સુમંતભાઈએ આંચકો અનુભવ્યો હતો. આ પળે જીવતાં હતાં અને છ માસ પછી આ ખેલ સંકેલાઈ જવાનો હતો. ‘પ્રોફેસર....હું ઈચ્છું કે તમે લાંબી આવરદા ભોગવો. મારું આ નિદાન ખોટું પડે. પણ મને જે દેખાય છે એ સત્ય આ જ છે. છતાં તમે ડોક્ટર નાણાવટીને પણ મળી જુઓ. મારો જ તમને આગ્રહ છે. કહો તો હું સાથે આવું.’ રંજ હતો ડોક્ટરના નરમ સ્વરમાં. સુમંતભાઈએ હસવા કોશિશ કરી, જરા હસી પણ શક્યાં. હાથ મિલાવ્યા ડોક્ટર સાથે. ‘પ્રફેસર.....ટ્રીટમેન્ટ તો કરો જ. કશું આખરી નથી. પેલી કહેવત છે ને કે અણીનો ચૂક્યો, સો વરસ....જીવે !’ ડોક્ટર સાથે આત્મીયતાથી હાથ