પડછાયો - ૨૧

(41)
  • 4.2k
  • 1
  • 1.5k

કાવ્યા રોકીની આત્માની મુક્તિ માટેની વિધિ કરીને ઘરે આવી ગઈ હતી. વિધિ કરવામાં તે ઘાયલ થઈ હોવાથી તે હોસ્પિટલ જઈને ઈલાજ કરાવીને ઘરે જઈને સીધી સૂઈ જ ગઈ હતી. તેના મમ્મી કવિતાબેન તથા સાસુ રસીલાબેન તેને સુવડાવી પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા. બીજા દિવસે સવારના દસ વાગી ગયા હોવા છતાં કાવ્યા હજુ સુતી હતી. કવિતાબેન હાઈસ્કુલ માં ટીચર હતાં આથી તે વહેલી સવારે જ સ્કૂલ ચાલ્યા ગયા હતા. રસીલાબેન પણ વહેલાં ઊઠી પૂજા કરીને ચા નાસ્તો બનાવવા ગયા. પોતે ચા પીને પછી કાવ્યાને જગાડવા માટે તેના રૂમમાં ગયા."કાવ્યા, ઉઠો બેટા જુઓ દસ વાગી ગયા છે. ચાલો ઉઠો.." રસીલાબેન જાણે પોતાની દીકરીને