લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 40

(25)
  • 4.6k
  • 4
  • 1.7k

રસ્તામાં ચાલતા વાહોનાની ભીડ વચ્ચે શુંભમની ગાડી હાઈસ્પિડમા ભાગી રહી હતી. સુરતથી તેને નિકળે એક કલાક જેવો સમય થઈ ગયો હતો. તેની સાથે તેના બે ફેન્ડ પણ હતા. ધીમું ધીમું મ્યુઝિક વાગી રહયું હતું ને દોસ્તો સાથે મજાક મસ્તી પણ ચાલતી જ હતી. રાતના અગિયાર વાગી ગયા હતા. સ્નેહાએ ઓલરેડી પહેલાથી જ થોડો સમય થોડો સમય કરી લેટ કરાવી દીધું હતું. પણ તે બદલામાં જે આપ્યું હતું તે આ સમય કરતા વધારે કિમતી હતું. પાછળની સીટ પર બેસી શુંભમ એકલો એકલો એમ જ સ્નેહાની તસ્વીર જોઈ મલકાઈ રહયો હતો. થોડીક્ષણ પહેલાંની યાદ ફરી