લવ રિવેન્જ પ્રકરણ-32 નવમું નોરતું.....! “સિડ....! હે ભગવાન....!” લાવણ્યા બેડમાં સફાળી જાગી ગઈ અને આમ-તેમ જોવાં લાગી. “ભયંકર ખરાબ સપનું હતું...!” માથે બાઝેલો પરસેવો લૂંછતાં-લૂંછતાં લાવણ્યા બબડી. બેડમાં પડેલો તેનો ફોન તરતજ ઉઠાવી લાવણ્યાએ સિદ્ધાર્થને whatsappમાં મોકલેલો મેસેજ જોવાં માંડ્યો. મેસેજમાં બ્લ્યુ ટીક ક્યારની આવી ગઈ હોવાં છતાં હજી સિદ્ધાર્થે કોઈ રિપ્લાય પણ નહોતો આપ્યો કે કૉલ પણ નહોતો કર્યો. “હજી કોઈ રિપ્લાય નઈ આયો...!” લાવણ્યા ઉદાસ સ્વરમાં બોલી “સવાં પાંચ વાગ્યાં....!” લાવણ્યા હવે મોબાઇલમાં ટાઈમ જોઈને બબડી. સવારના લગભગ સવાં પાંચ થયાં હતાં. “સવાર-સવારનું સપનું....! હે ભગવાન