મધુરજની - 1

(102)
  • 12k
  • 6
  • 6.8k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ – ૧ રાજધાની એક્સપ્રેસ રાતનો અંધકાર ચીરતી, તેજ ગતિથી ધસમસતી સરી રહી હતી. સૂમસામ રાત હતી – ફેબ્રુઆરી મહિનાની. હવામાં કાતિલ ઠંડીની અસર હતી. કંપાર્ટમેન્ટનાં બધાં જ દ્વારો બંધ હતાં તો પણ મેધનો મસ્તક નીચે રહેલો હાથ કંપન અનુભવતો હતો. તે શાલ અને ચાદરથી લપેટાઈને પડ્યો હતો છેક ઉપરની બર્થમાં. માત્ર એક જ બલ્બ જલી રહ્યો હતો. શ્વેત રોશની ઢોળાઈ રહી હતી. અને એ શ્વેત રોશનીમાં મેધ, નીચેની બર્થમાં સૂતેલી માનસીને નજરથી ગટક ગટક પી રહ્યો હતો. કેવી સરસ લાગતી હતી માનસી? મેધને થયું કે તે ઉપરની બર્થમાં હતો, એ સારું હતું. આમ તો અનેક વેળાએ