ધ્યેય

  • 4.6k
  • 1.3k

વાર્તા- ધ્યેય લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રૂપશૃંગાર આર્ટ જ્વેલર્સ પ્રા.લિ. કમલ ને આજે ત્રીસ વર્ષ પછી પણ નામ અને સરનામું બરાબર યાદ હતું.વી.એસ.હોસ્પિટલ પાસે કોમ્પલેક્ષ માં પહેલા માળે જ સોના,ચાંદી, ડાયમંડ જ્વેલરી નો ભવ્ય શો રૂમ હતો.ત્રીસેક માણસોનો સ્ટાફ હતો.ગ્રાહકોની બહુ સરસ રીતે આગતાસ્વાગતા કરવામાં શોરૂમ નું આગળ પડતું નામ હતું.સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી શોરૂમ ધમધમતો હતો. કમલ તેના ખાસ મિત્ર સુધીરની બહેનના લગ્નના દાગીના ખરીદવા માટે એની સાથે પહેલીવાર આ શોરૂમ માં આવ્યો હતો.શોરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે આખો સ્ટાફ કમલની સામે જ વિસ્મયથી જોઇ રહ્યો