સીધાંશુનાં મગજમાં અનેક વિચારો એ જાણે યુદ્ધ માંડ્યું હતું. રૂહાની એની વ્હાલી દીદીની જે દશા એણે હમણાં જોઇ હતીએ વારે વારે એની આંખોમાં ભીનાશ બનીને પ્રસરતી હતી. વલ્લભભાઇએ ઉદાસીમાં ગરકાવ દીકરાંને બોલતો કરવાં પૂછ્યું, તારું ભણવાનું તો પતી ગયું ને.. હવે આગળ શું કરવાનું છે કાંઈ નક્કી કર્યુ તે..??તારી માંને તો તારાં લગ્નની ભારે હોંશ છે.. ત્યાં કોઈને પરણીને નથી બેઠો ને.. તો તારાં માટે કેટલાંય માંગા આવ્યાં છે.. છોકરીઓ જોવાનું ચાલું કરશું ને..?? સીધાંશુ અકળાઈને બોલી ઉઠ્યો પપ્પા તમને કેમ આવું સૂઝે છે અત્યારે, મારી એકની એક લાડકી બહેન જીવતી લાશ જેવી બની ગયી હોય અને હું એને