હોઈશ તું મંદિર તો "ઈશ"બની આવશેરહીશ એકલો તો "ચીસ"બની આવશે.ન્યાય છે આ તો કુદરતનો વાલમ.સુખ અને દુઃખની એ રીત બનીને આવશે...પથિક જલ્દીથી આવ અંદર,આ નિધિને જો તો એકવાર"જોરથી ગભરાયેલા અવાજે વ્યાપતિએ બૂમ પાડી.પથિક દોડ્યો નિધિના રૂમ તરફ....બેભાન હતી નિધિ,હાથની મુઠ્ઠી ખુલતી નહોતી..દાંત ભીંસી દીધા હતા..એણે...થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી ગઈ.નિધિ સાથે વ્યાપતિ અને પથિક બંને એમ્બ્યુલન્સ માં ગોઠવાઈ ગયા. એમ્બ્યુલન્સ એક મોટી કોર્પોરેટ હોસ્પિટલના દરવાજે આવીને ઉભી રહી.હોસ્પિટલના એક ICU વૉર્ડમાં નિધીને દાખલ કરવામાં આવી.ડોક્ટરોની દોડાદોડી.....નિધિની લટકતી ઝીંદગી અને માં બાપની ત્યાં અટકતી ઝીંદગી....48 કલાકની વ્યાપતિની અથાગ પ્રાર્થના અને પથિકની હોસ્પિટલના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠ પછી પોલીસ કૅસ ટાળવા અઢળક રૂપિયા