રતનનું રત્ન એટલે ઇન્દુબેન પ્રજાપતિ

  • 2.9k
  • 612

આ વિશ્વમાં બે પ્રકારના યોગીઓ રહે છે. એક કે જેઓ ભગવતપ્રાપ્તી અર્થે સંસાર છોડીને સન્યાસ ધારણ કરીને નિરંતર ભગવાનનાં ધ્યાનમાં રચ્યા પચ્યા રહે છે અને બીજા કહેવાય છે કર્મયોગી કે જેઓ રાજા જનકની જેમ સંસારમાં જ રહીને, બધી સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્તવ્યનિષ્ઠાથી નિભાવે છે છતાં પણ સાંસારિક દોષોથી સંપૂર્ણ અલિપ્ત રહી, કાદવમાં ખીલેલા કમળની જેમ આસપાસનાં વાતાવરણમાં પોતાનાં સત્કર્મોની સુવાસ ફેલાવે છે અને પોતાની સાથે સાથે અન્ય લોકોનો પણ ઉદ્ધાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ગીફતામાં કર્મયોગનો મહિમા ખૂબ જ ગાયો છે અને તેમને આવા કર્મયોગી લોકો કેટલા પ્રિય હોય છે એ પણ વર્ણવ્યું છે. પૃથ્વી પર ઘણાંય કર્મયોગી લોકો