પ્રેમ અને પ્રેમ -- ૨

  • 2.5k
  • 1
  • 752

રશ્મિ ને સવાર થી થોડી બેચેની લગતી હતી. આમ પણ એનો સમય એક અઠવાડિયા ઉપર થઇ ગયો હતો. એણે સાંજે ગાયનેક ડૉ.રેખા મેહતા ને મળવાનું નક્કી કર્યું. ક્લિનિક પર ફોન કરી સાંજની એપોઇન્ટમેન્ટ લઇ લીધી. બરાબર ચાર વાગે ક્લિનિક પર પહોંચી તો ત્યાં બે વ્યક્તિ એની આગળ હતા. એનો વારો આવવાની રાહ જોતા જોતા વિચારે ચડી. એ કોલેજ ના છેલ્લા વર્ષ મા હતી અને એનુ ગ્રુપ સાપુતારા ફરવા ગયુ હતુ . બધા ત્યાં પોત પોતાની મસ્તી મા હતા. રશ્મિ એની ખાસ બહેનપણી અનિતા સાથે વાતો કરતા કરતા તળાવની પાળે પાળે ચાલતા હતા અને તળાવ ના શાંત જળ પર પડતા સૂર્ય